Home> Sports
Advertisement
Prev
Next

T20 World Cup 2022 માં ધૂમ મચાવશે આ મોટી ઉંમરના ખેલાડીઓ, નહીં નડે ઉંમરનું બંધન

ટી-20 વર્લ્ડ કપ 2022 શરૂ થવામાં હવે એક અઠવાડિયાનો સમય બાકી રહી ગયો છે. આ વર્લ્ડ કપમાં કેટલાંક એવા ખેલાડી પણ છે જે ટી-20 ઈન્ટરનેશનલમાં કારકિર્દીના અંત તરફ આગળ વધી રહ્યા છે. આ ખેલાડીઓએ જણાવ્યું કે ઉંમર માત્ર એક નંબર છે.

T20 World Cup 2022 માં ધૂમ મચાવશે આ મોટી ઉંમરના ખેલાડીઓ, નહીં નડે ઉંમરનું બંધન

નવી દિલ્લી: ટી-20 વર્લ્ડ કપ 2022 શરૂ થવામાં હવે એક અઠવાડિયાનો સમય બાકી રહી ગયો છે.  આ વર્લ્ડ કપની શરૂઆત 16 ઓક્ટોબરથી થઈ રહી છે.  જ્યારે ક્વોલિફાઈંગ રાઉન્ડના મેચની શરૂઆત થશે. સુપર-12 સ્ટેજની વાત કરીએ તો તે 22 ઓક્ટોબરથી શરૂ થશે. રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ટીમ પોતાના અભિયાનની શરૂઆત 23 ઓક્ટોબરે પાકિસ્તાન સામે મેલબર્નમાં કરશે. આ ટી-20 વર્લ્ડ કપમાં કેટલાંક એવા ખેલાડી પણ છે જે ટી-20 ઈન્ટરનેશનલમાં કારકિર્દીના અંત તરફ આગળ વધી રહ્યા છે. આ ખેલાડીઓએ જણાવ્યું કે ઉંમર માત્ર એક નંબર છે. અને જો તમારી પાસે ટેલેન્ટ હોય તો તમે કોઈપણ ટીમમાં સ્થાન મેળવી શકો છો. ત્યારે આવા કેટલાં ખેલાડીઓ આ ટી-20 વર્લ્ડ કપમાં ભાગ લઈ રહ્યા છે તેની વાત કરીશું.

fallbacks

 

1. દિનેશ કાર્તિક:
37 વર્ષ અને 130 દિવસનો દિનેશ કાર્તિક ટી-20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમમાં સૌથી ઉંમરલાયક ખેલાડી છે. ભારતીય સ્ક્વોડમાં રોહિત શર્મા જ એવો ખેલાડી છે જેણે 2007ના વર્લ્ડ કપમાં ભાગ લીધો હતો. કાર્તિકે ભારત માટે 56 ટી-20 મેચ રમી છે. અને 29.21ની એવરેજથી 672 રન બનાવ્યા છે. કાર્તિકને ભારતીય ટીમમાં ફિનિશરની ભૂમિકા આપવામાં આવી છે અને તે હવે સારું પ્રદર્શન કરી રહ્યો છે.

2. મોહમ્મદ નબી:
37 વર્ષ 281 દિવસનો મોહમ્મદ નબી સુપર-12 સ્ટેજ માટે સીધી ક્વોલિફાય કરનારી આઠ ટીમના પ્લેયર્સમાં સૌથી વધારે ઉંમરવાન છે. અફઘાનિસ્તાન ટીમનો બીજો સૌથી ઉંમરલાયત ખેલાડી નઝીબુલ્લાહ જાદરાન તેનાથી 8 વર્ષ નાનો છે. કેપ્ટન મોહમ્મદ નબીએ પોતાની કારકિર્દીમાં 101 ટી-20 ઈન્ટરનેશનલમાં ભાગ લીધો છે. આ દરમિયાન તેણે 140.37ના સ્ટ્રાઈક રેટથી 1669 રન બનાવ્યા છે. તો 83 વિકેટ લીધી છે.

3. ડેવિડ વોર્નર:
35 વર્ષ અને 347 દિવસનો ડેવિડ વોર્નર ટી-20 વર્લ્ડ કપ દરમિયાન ઓસ્ટ્રેલિયાના ડ્રેસિંગ રૂમમાં સૌથી ઉંમરલાયક ખેલાડી હશે. વોર્નરને છેલ્લા ટી-20 વર્લ્ડકપમાં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ પસંદ કરવામાં આવ્યો હતો. આગામી ટી-20 વર્લ્ડ કપ ઓસ્ટ્રેલિયામાં રમાશે. એવામાં વોર્નર  પોતાના હોમ કંટ્રીમાં ધમાલ મચાવી શકે છે. વોર્નર ટોપના બેટિંગ ઓર્ડરમાં કેપ્ટન એરોન ફિંચની સાથે પાર્ટનરશીપ કરશે.

4. માર્ટિન ગુપ્ટિલ:
આગામી ટી-20 વર્લ્ડ કપમાં માર્ટિન ગુપ્ટિલ ન્યૂઝીલેન્ડનો સૌથી ઉંમરલાયક ખેલાડી હશે. 36 વર્ષ અને 9 દિવસનો ગુપ્ટિલ વર્લ્ડ કપમાં સારું પ્રદર્શન કરશે તેવી ભવિષ્યવાણી કરવામાં આવી છે. કેમ કે તે એક ઓસ્ટ્રેલિયાની પરિસ્થિતિથી વાકેફ છે. ઓસ્ટ્રેલિયાની પીચ પર બોલ ગુપ્ટિલના બેટ પર ઝડપથી આવશે જે તેને સારી રીતે ખબર છે. પરિણામે તેને આક્રમક બેટિંગ રમવાની તક મળશે, જે તે લાંબા સમયથી રમી રહ્યો છે.

5. શાકિબ અલ હસન:
T-20 વર્લ્ડ કપ 2022 માટે કરવામાં આવેલી બાંગ્લાદેશી ટીમનો સૌથી ઉંમરવાન ખેલાડી કેપ્ટન શાકિબ અલ હસન છે. 35 વર્ષ અને 199 દિવસના શાકિબ અલ હસન પાસે ટી-20 વર્લ્ડ કપમાં બાંગ્લાદેશને સૌથી મોટી આશા છે. શાકિબે બાંગ્લાદેશ માટે 102 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. આ દરમિયાન 120.52ના સ્ટ્રાઈક રેટથી તેણે 2061 રન બનાવ્યા છે. બોલિંગમાં શાકિબના નામે 6.67ના ઈકોનોમી રેટથી 122 વિકેટ ઝડપી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More